Today


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Surat News : SuratTimes.com

સુરત: ૫.૮૧ કરોડની રદ થયેલી ચલણીનોટો સાથે પાંચ યુવકો ઝડપાયા

અર્થતંત્રની કમર તોડતું કાળું નાળું કંટ્રોલ કરવાના ઇરાદે કેન્દ્ર સરકાર દ્વારા સાત માસ અગાઉ ચલણીનોટો રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. સરકારના આ પગલાની અસર હજુ બજારમાં જોવા મળી રહી છે. ડિમોનીટાઇઝેશન સાથે કાળું નાળું જાહેર કરવાની ઘણી સ્કીમ અને તક આપવામાં આવી છતાં કેટલાક લોકો દ્વારા તેનો અમલ નહીં કરી કાળા-ધોળાનો ખેલ કરવા ફાં ફાં મારવામાં આવી રહ્યા છે. આવી જ રીતે કાળા ધોળાનો ખેલ કરવા જતાં પાંચ યુવકોને સરથાણા પોલીસે ઝડપી પાડયા હતાં. સીમાડા નહેર પાસેથી ઝડપાયેલી આ ટોળકી પાસેથી ૫.૮૧ કરોડની રદ કરાયેલી ચલણીનોટો મળી આવી હતી.

સરથાણા પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સબઇન્સપેક્ટર એ. ડી. ખાંટને એવી બાતમી મળી હતી કે કેટલાક યુવકો કેન્દ્ર સરકાર દ્વારા રદ કરાયેલી ૫૦૦ અને ૧૦૦૦ની દરની ચલણી નોટોનો મોટો જથ્થો લઇ સીમાડા નહેર, સુભમ ફાર્મ પાસે એકઠાં થવાના છે. આ યુવકો કમિશનથી નોટ બદલવાના ફિરાકમાં હોવાની વાત પણ બાતમીદારે જણાવી હતી. આ બાતમમીના આધારે સ્થળની આસપાસ ખાનગી રાહે વોચ ગોઠવાઇ હતી. જે દરમિયાન એક મોટરકાર આવી હતી.

આ ટાટા ઇન્ડીકા કાર અટકાવી પોલીસે કુલ પાંચ યુવકોને અયકાતમાં બાતમી અનુસાર પૂછપરછ શરૃ કરી હતી. આ યુવકોની વાતો શંકાસ્પદ લાગતાં પોલીસે કારની તલાશી લીધી હતી. જેમાં સરકાર દ્વારા રદ કરવામાં આવેલી ૫૦૦ અને ૧૦૦૦ના દરની ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચો બોલાવી આ નોટની ગણતરી કરી હતી. જેમાં ૧૦૦૦ની દરની ૨૧,૫૧૧ તો ૫૦૦ના દરની ૭૩,૩૧૯ નોટ મળી આવી હતી. ૫,૮૧,૭૦,૫૦૦ રૃપિયાની આ ચલણી નોટો અંગે તપાસ માટે પોલીસે પાંચેય યુવકોની ધરપકડ કરી હતી.

આઠ કોથળા ભરીને નોટ લાવ્યા
બાતમીના આધારે આંતરેલી જીજે ૦૬ એફસી ૮૬૧૭ નંબરની ઇન્ડીકા વિસ્ટા ગાડીની તલાશી લેતો પોલીસ ચકિત થઇ ગઇ હતી. કારમાં પાંચ યુકો બેઠા હતાં. આ દરેક યુવકના ખોળામાં પ્લાસ્ટિકનાં કોથળાઓ હતાં. કારની આગળની સીટ ઉપર એક, પાછળની સીટ ઉપર પાંચ અને ડીકીમાંથી બે પ્લાસ્ટિકના કોથળા મળ્યા હતાં. આ આઠ કોથળાઓ ચેક કરતા તેમાંથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટોના બંડલ મળી આવ્યા હતાં. આટલી મોટી માત્રામાં રદ કરાયેલી ચલણીનોટો અને તેમાંય ખાસ કરીને એ જે રીતે લાવવામાં આવી હતી એ જોઇ પોલીસ પણ દંગ રહી ગઇ હતી.

સુરતઃ લસકાણામાં ગાયે ફંગોળતાં સળગતા કચરામાં પડેલી ગર્ભવતી મહિલા દાઝી

સુરત શહેરમાં રખડતાં ઢોરોના વધેલા ઉપદ્રવની બૂમ વચ્ચે લસકાણા વિસ્તારમાં વધુ એક સગર્ભા મહિલાને બેકાબૂ બનેલી ગાયે નશાન નાવી હતી. દોડતી આવેલી ગાયે ઘર નજીક ઊભેલી મહિલાને માથું મારી ફંગોળતા સળગતા કચરામાં પડતાં બંને હાથે દાઝી ગઈ હતી. તેણીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ લસકાણા ગામમાં આવેલી પંચાયત ઓફિસ પાસે રહેતી લક્ષ્મી પડવી (ઉ.વ.27) સાંજના સમયે ઘર નજીક ઊભી હતી ત્યારે દોડીને તેણીની તરફ એક ગાય ઘસી આવી હતી. લક્ષ્મી કાંઈ સમજે તે પહેલા ગાયે તેણીને માથું મારી ફંગોળી દીધી હતી. જેને લીધે લક્ષ્મી નજીકમાં સળગી રહેલા કચરામાં પડી હતી. જેમાં લક્ષ્મી બંને હાથે દાઝી ગઈ હતી.

લક્ષ્મીને હાલ નવમો મહિનો ચાલી રહ્યો હતો. ગાયે નીચે પાડી દેતા તેણીને પેટમાં પણ ઇજા થવા મપામી હતી. લક્ષ્મીની અવસ્થા જોઇને તેણીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે.

તાજેતરમાં કતરાગામ, બાપા સીતારામ ચોક પાસેની રૂક્ષ્મણી સોસાયટીમાં એક બાઇક ચાલક પણ ગાયના આક્રોશનો ભોગ બન્યો હતો. ગાયે તેને બાઇક પરથી પછાડી શિંગડાં અને માથું મારી અધમૂવો કરી નાંખ્યો હતો. લોકોએ કરેલી મદદને લધે તેનો જીવ બચી શક્યો હતો.

સુરતઃ ઉમરપાડાની નદીમાં બે યુવકો ડૂબ્યા, પરિવાર સાથે આવ્યા હતા મહારાષ્ટ્રથી

અસહ્ય ગરમીથી બચવા માટે લોકો નદી તળાવમાં ન્હાવાનો સહારો લઇ રહ્યા છે. ત્યારે ક્યારેક અઘટીત ઘટનાઓ પણ બનતી હોય છે. આવી જ એક ઘટના ઉમરપાડાની નદીમાં બની છે. જ્યા દેવઘાટ નદીમાં ન્હાવા પડેલા બે યુવકો ડૂબી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રથી એક પરિવાર વેકેશનની મજા માણવા માટે ઉમરપાડાની દેવઘાટ નદીએ આવ્યા હતા. જ્યાં પરિવારના સભ્યો પૈકી બે યુવકો ન્હાવા પડ્યા હતા. જોકે, પાણીના વહેણમાં બે યુવકો ડુબવા લાગ્યા હતા. ઘટનાની સ્થાનિક લોકોને જાણ થતાં જ બંને યુવકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. વેકેશનની મજા માણવા આવેલા મહારાષ્ટ્રના પરિવારમાં આ દુઃખદ ઘટનાથી શોકનું મોજું ફરીવળ્યું હતું.

સુરતમાં સેક્સ વર્કર્સનો ત્રાસ, જાણો આ મુદ્દે કયાં મહિલા ધારાસભ્યે કલેકટરને કરી ધારદાર રજૂઆત

સુરત: મજૂરાગેટ સ્થિત સરકાર એન્જિનિયરિંગ કોલેજની પાસે તથા તેની સામેની બાજુ સાંજે પડેને ખુલ્લેઆમ જામતા સેક્સવર્કર્સના મેળાના દૂષણ અંગેનો પ્રશ્ન ફરી વખત જિલ્લા સંકલનમાં ગાજ્યો હતો. થોડા સમય અગાઉ મજૂરાના ધારાસભ્યએ સેક્સવર્કર્સના દૂષણને ડામવા રજૂઆત કરી હતી. જોકે, પોલીસની ઢીલી નીતિના કારણે આજે પણ બિનધાસ્ત રીતે સેક્સવર્કર્સ ખુલ્લેઆમ દેહવ્યાપારનો ધંધો કરતી હોવાથી આ દૂષણને કાયમી ધોરણે દૂર કરવા ધારાસભ્ય સંગીતા પાટીલે રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને પગલે જિલ્લા કલેક્ટરે મજૂરાગેટ પાસે સાંજના સમયે પોલીસ તૈનાત કરવા આદેશ આપ્યો હતો.

ધારાસભ્ય સંગીતા પાટીલ

છેલ્લાં ઘણાં વર્ષોથી જૂની આરટીઓથી મજૂરાગેટ ચાર રસ્તા પાસે સાંજના સમયે લલનાઓ જમાવડો થઇ જાય છે. સાંજે 6.30 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી આ વિસ્તાર રેડલાઇટ એરિયામાં ફેરવાઇ જાય છે. સાંજના સમયે લલનાઓ ઊભી રહેતી હોવાથી આસપાસના વિસ્તારના રહીશો પણ છેલ્લા ઘણાં સમયથી પરેશાન થઇ ગયા છે.

મજૂરાગેટ પાસે સેક્સવર્કર્સોની સાથે આખું કાપડ માર્કેટ ભરાય છે. આ કાપડ માર્કેટ પર લોકો ત્યાંના રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. ત્યારે આ સેક્સવર્કર્સના દૂષણને ડામવા થોડા સમય અગાઉ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસે કોઇ જ નક્કર કાર્યવાહી નહીં કરતા લલનાનું દૂષણ આજે પણ જેમનું તેમ છે. દરમિયાન થોડા દિવસ અગાઉ ત્યાંથી પસાર થતી એક મહિલાને કડવો અનુભવ થયો હતો. જે સંદર્ભે મહિલાએ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલને રજૂઆત કરી હતી. જેને પગલે લિંબાયતના ધારાસભ્યએ જિલ્લા સંકલનની બેઠકમાં ફરી વખત મજૂરાગેટના દૂષણને ડામવા કલેક્ટરને રજૂઆત કરી હતી.

ધારાસભ્યની અજૂઆતને પગલે જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે સાંજના સમયે મજૂરાગેટ સ્થિત સરકારી કોલેજ પાસે પોલીસ તૈનાત કરવા આદેશ આપ્યો છે. જો અહીંયા પોલીસ તૈનાત કરી દેવામાં આવે તો લલનાઓના દૂષણ પર કન્ટ્રોલ મળવી શકાય તેમ છે.

વાપીમાં બે વર્ષની બાળકી સાથે પાશવી રીતે દુષ્કર્મ કરનાર હવસખોરને મળી આ સજા

 

વાપીમાં એક ચાલમાં રહેતા મૂળ યુ.પી.વાસી પરિવારની માત્ર બે વર્ષીય માસૂમ બાળકી પર પાશવી રીતે દુષ્કર્મ કરવાના ગુનામાં સંડોવાયેલા મધ્યપ્રદેશના નરાધમને વલસાડની પોક્સોના સ્પેશિયલ જજએ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ હેઠળ તકસીરવાન ઠેરવી છેલ્લા શ્વાસ સુધી કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.

મૂળ યુ.પી.ના મિર્ઝાપુર જિલ્લાના અને ત્રણેક વર્ષથી વાપી જી.આઇ.ડી.સી.ની એક કંપનીમાં નોકરી કરતા સુરેેશ પાલ (નામ બદલ્યંુ છે) વાપી ખાતે એક ચાલમાં તેની પત્ની તથા ૨ વર્ષીય માસૂમ પુત્રી સીમા સાથે રહે છે. ગત તા. ૧૫-૦૬-૧૫ના રોજ સાંજે ૭-૨૫ વાગ્યે સુરેશ તેની ચાલમાં જ રહેતા શખ્સના ઘરે લાઇટ સમારવા ઘરમાંથી નીકળ્યા હતા તે સમયે તેની પુત્રી પણ પિતા પાછળ બહાર આવતાં પિતાએ તેને ઘરમાં ચાલી જવાનું કહી મિત્રને ત્યાં ગયા હતા. સુરેશે ૧૦ મિનિટ બાદ પરત ઘરે આવીને જોતા, પુત્રી મળી ન હતી. આસપાસમાં શોધખોળ કરવા છતાં તેની ભાળ ન મળતાં, વિસ્તારમાં એક બંધ રૂમનું બારણું ખટખટાવતા, તેમાં રહેતા અમ્રતલાલ બ્રિજેશચંદ્ર પાંડે (ઉં.વ.૨૪, મૂળ રહે. મુકુંદપુર, પડીંતાન મહોલ્લા, થાના-તાલા, પો. મુકુંદપુર, જિ. સંતના, એમ.પી.)એ બારણું ખોલ્યું હતું.

હવસખોર અમ્રતલાલની આંગળી પર લોહી લાગેલંુ જોતા જ, સુરેશ અને અન્ય પાડોશીઓ ઘરની અંદર ઘૂસી જઇને જોતા, તેની માસૂમ બાળકી બેભાન અવસ્થામાં જમીન પર પડી હતી. તેના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હતું. સ્થિતિ પામી ગયેલા સુરેશ તેની બાળકીને ઊંચકીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દોડી ગયો હતો. જ્યારે અન્ય લોકોેએ આરોપીને દબોચી પોલીસને જાણ કરી હતી. મેડિકલ પરીક્ષણમાં, આરોપી અમ્રતલાલએ ૨ વર્ષીય બાળકી સાથે પાશવી રીતે દુષ્કર્મ કર્યુ હોવાનું સાબિત થયું હતું.   જે અંગેનો કેસ વલસાડની પોક્સોની સ્પેશિયલ કોર્ટમાં ચાલી ગયો હતો. જજ એમ.એમ. મન્સુરીએ કોર્ટના એ.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી, આરોપી અમ્રતલાલ પાંડેને ઇ.પી.કો.ની કલમ-૩૭૬ તથા પોક્સો એક્ટની કલમ-૩(એ), ૪,૫ (આઇ)(એમ)ના ગુનામાં તકસીરવાન ઠેરવી, આરોપી કુદરતી જીવન જીવે ત્યાં સુધીની એટલે કે છેેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી છે.

આ પ્રકારની ઘટનાને સાંખી લેવાય નહીં : જજ
જજએ તેમના ચુકાદો આપતી વખતે મહત્ત્વની બાબત ટાંકી છે કે, હાલ જ્યારે બાળકીઓના જન્મનું પ્રમાણ વધારવા માટે ભારત સરકાર તરફે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નાની બાળકી પર આરોપી દ્વારા રાક્ષસી કૃત્ય આચરવામાં આવ્યું હોય, તે કોઇપણ પ્રકારે સાંખી લેવાય નહીં અને જો આવા કિસ્સામાં આરોપીને ઓછી સજા કરાય તો સમાજમાં આની અસર વિપરીત પડે તેમ છે.

Valsad-Navsari-Ahwa News : SuratTimes.com

સુરેન્દ્રનગરઃ પત્નીના મોત બાદ પતિએ બે સંતાનોને ઝેર પીવડાવી પોતે દવા ગટગટાવી

હળવદ તાલુકાના ખોબા જેવડા સુંદરીભવાની ગામે શુક્રવારે રાત્રે ખુદ પિતાએ ખૂની ખેલ ખેલી પોતાના વ્હાલસોયા બે પુત્રોને ઝેરી દવા પીવડાવી દીધી હતી. તેમજ નાના પુત્ર ઉપર ધારીયાના ઘા ઝીંકી પોતાના જ કુમળા ફુલ જેવા બાળકની હત્યા કરી નાંખ્યાના બનાવથી સનસનાટી મચી જવા પામી છે. જયારે હતપ્રભ બનેલા ખૂની બાપે ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવી દેવા પ્રયાસ કર્યો હોવાનું ખુલવા પામ્યુ છે.

ગંભીર હાલતમાં હત્યારા પિતા અને અન્ય પુત્રને રાજકોટ થી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયાનું જાણવા મળ્યુ છે. બનાવના પગલે હળવદ પોલીસ કાફલો સુંદરીભવાની ગામે ઘટના સ્થળે દોડી જઈને કાર્યવાહીનો ધમધમાટ શરૃ કર્યો છે. કહેવતમાં કહેવાયુ છે કે, ભલે બધા મરો પરંતુ ઘોડે ચઢનાર બાપ ન મરશો, એ ઉકિતને ઉંઘી સાબીત કરતો હળવદ તાબાના ખોબા જેવડા ગામે સુંદરીભવાની ગામે શનિવારે રાત્રે બનાવ બન્યો છે.

કળીયુગી બાપે ફૂલ જેવા ૭ વર્ષના પુત્ર નના અને ૯ વર્ષના પુત્ર સંજય ને ઝેરી દવા પીવડાવીને મોતને ઘાટ ઉતારી દેવાનો કારસો રચ્યો હતો. જેમાં ઓછુ હોય તેમ નરાઘમ પિતા મશરૃ જેમાભાઈ કુંભાણી (ઉ.વ.આ.૩૦) એ ફુલ જેવા કોમળ નાના પુત્ર નનાના કપાળે અને માથે ધારીયા ઘા ઝીંકી સગા દિકરાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. લોહીથી લથપથ બનેલા કળીયુગી પિતાએ ઘટનાથી હતપ્રભ બની જાતે ઝેરી દવા ગટગટાવી આયખુ ટુંકાવી લઈને આપઘાતની કોશીષ કર્યાનું ખુલવા પામ્યુ છે. ખોબા જેવડા સુંદરીભવાની ગામમાં સગા બાપે ફુલસમાન બે પુત્રોને ઝેરી દવા પિવડાવી નાના પુત્ર ઉપર તીક્ષ્ણ હથિયારથી હૂમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવથી સમગ્ર ગામમાં સોંપો પડી ગયો હતો. બનાવના પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. ૧૦૮ ની મદદથી ઝેરી અસર હેઠળ નરાધમ પિતા અને મોટા પુત્ર સંજયને પ્રથમ મોરબી, રાજકોટ અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયાનું જાણવા મળ્યુ છે. આ બનાવની હત્યારા મશરૃ કુંભાણીના ભાભી મોંઘીબેન ચોથાભાઈ કુંભાણીએ સગા દિયર મશરૃ જેમાભાઈ કુંભાણી સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ
હળવદના ઐતિહાસીક સુંદરીભવાની ગામે સગા પિતાએ બે માસુમ પુત્રોને ઝેરી દવા પીવડાવી એક પુત્ર ઉપર તિક્ષ્ણ હથિયારથી હૂમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવાનો ખૂની ખેલ ખેલાયો હતો. આ બનાવના પગલે મોરબી જિલ્લા એસ.પી.ની સૂચનાથી ઈન્ચાર્જ પીએસઆઈ એમ.વી.ઝાલા તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે સુંદરીભવાની ગામે દોડી ગયો હતો. બનાવ સંદર્ભે હથિયાર, દવાની બોટલ કબજે લઈ પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો લઈને તપાસનો ધમધમાટ શરૃ કરી દીધો છે.

પિતા અને પુત્ર ગંભીર
સુંદરીભવાની ગામે રહેતા અને ખેત મજૂરી કરીને પરિવાનું પેટીયું રળતા કોળી મશરૃ જેમાભાઈ કુંભાણીએ શુક્રવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર ખૂની ખેલ ખેલ્યો હતો. નાનો પુત્ર નના (ઉ.વ.૭) ની હત્યા કરી નાંખ્યા બાદ મોટા પુત્ર સંજયને દવા પીવડાવી પોતે પણ દવા ગટગટાવી જઈ આપઘાત કરી લેવાની કોશીષ કરી હોવાનું ખુલ્યુ છે. ખૂની ખેલ ખેલાયા બાદ પુત્રના લોહીથી લથબથ ખાબોચીયામાં પડેલા નરાધમ પિતા મશરૃ અને અન્ય પુત્ર સંજયને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યુ છે.

કેવી રીતે ખૂની ખેલ ખેલાયો ?
હળવદના સુંદરીભવાની ગામે રહેતા અને ખેત મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતા કોળી મશરૃ જેમાભાઈ કુંભાણીના પત્ની મંજુબેન અંદાજે પ વર્ષ પૂર્વે ડીલેવરીમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. પત્નીના મોત બાદ મશરૃ કુંભાણીના માથે બે બાળકોનો ઉચ્છેર કરવાની જવાબદારી આવી પડી હતી, પત્નીના મોત બાદ સતત અપસેટ રહેતા મશરૃ કુંભાણીની માનસીક સ્થિતી સતત ખરાબ રહેતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ છે. સંભવતઃ નરાધમ પિતાએ માનસીક સમતુલા ગુમાવી દેતા આ લોહીયાળ ખેલ ખેલાયાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યુ છે.

ધ્રાંગધ્રા સબજેલમાંથી દેવચરાડી ગામનો આરોપી દિવાલ કૂદી નાસી છૂટ્યો

ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ પાસે આવેલી સબજેલમાંથી અન્ય બે કેદીઓ સાથે નાસી જવાના પેંતરા સાથે દેવચરાડી ગામનો એક આરોપી દિવાલ કુદીને નાસી છટવામાં સફળ રહયો જ્યારે બે આરોપીઓને નાસી જતા પોલીસે ઝડપી લઇ ત્રણેય સામે સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરની વર્ષોજુની રાજાશાહી વખતની જેલ રીનોવેશન કરી ત્રણેક વર્ષથી ફરી શરૃ કરી દેવાઇ છે.ત્યારે આ જેલમાં ધ્રાંગધ્રા,પાટડી,ઝીંઝુવાડા અને હળવદ સહિતના વિસ્તારના આરોપીઓને સુરેન્દ્રનગર જેલમા મોકલવા પડતા હતા જેના કારણે ત્યાં ભરાવો પણ થઇ ગયો હતો.એવામાં ધ્રાંગધ્રાની જેલ શરૃ થતા આ તમામ વિસ્તારના આરોપીઓને ધ્રાંગધ્રા સબજેલમાં રાખવામાં આવ્યા છે.એવામાં સાંજના જમવાના સમયે સ્ટાફ આગળના ભાગે હતો એ સમયે ત્રણ કેદીઓએ જેલમાંથી નાસી જવાનો પેંતરો બનાવ્યો હતો.જેમાં દેવચરાડી ગામનો ભુપત ધીરૃભાઇ ચીહલા એના બે સાથીઓ સાથે નાસી જવાનો હતો પરંતુ એ દિવાલ કુદીને જતો રહયો જ્યારે એની સાથે એને ભગાડવામાં મદદ કરનાર પાટડીનો અજય દશરથભાઇ અને હરીયાણાનો મંગતરામ જગદીશભાઇ ઓડ બંન્ને દિવાલ કુદે એ પહેલા પોલીસે બંન્નેને ઝડપી લીધા હતા.

આ બંન્નેની પુછપરછમાં દેવચરાડીના આરોપીને ભગાડવામાં તેઓએ મદદ કરી હોવાનુ જણાવ્યુ હતુ.આમ જેલની દિવાલ નીચી હોવાથી અને જેલ ફરતે લગાવેલી લોખંડની તારની વાડમાં ઇલેકટ્રીક કરંટ બંધ હોવાના કારણે આરોપીને નાસી જવામાં સરળતા રહી છે.જ્યારે જેલનું ઉદ્ઘાટન થયુ એ સમયે પણ દિવાલ નીચી પડશે એવી પણ ચર્ચા થઇ હતી.માટે અન્ય કેદીઓ જેલમાંથી દિવાલ કુદીને નાસી જવામાં સફળ ના થાય એ માટે તાત્કાલીક જેલની દિવાલ ઉંચી કરવાની સ્ટાફની માંગ ઉઠી છે.જેલના જેલર નારણ મનજીભાઇ વાટુકીયાએ નાસી ગયેલ દેવચરાડીના આરોપી અને એને ભગાડવામાં મદદ કરનાર અન્ય બે સહિત ત્રણ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ દાખલ કરેલ છે.

ત્રણ સામે ગુનો નોંધાયો (બોક્ષ) (૧) ભુપત ધીરૃભાઇ ચીહલા (૨) અજય દશરથભાઇ ઠાકોર (૩) મંગતરામ જગદીશભાઇ ઓડ

ત્રણેય નાસી છુટયા હોત
પાટડી અને હરીયાણાના બે આરોપીનો ટેકો લઇ દેવચરાડીનો શખ્સ દિવાલ ઉપર ચડી ગયા બાદ આ બંન્નેને ઉપર ખેંચીને ત્રણેય નાસી જવાના હતા પરંતુ નાસી ગયેલ આરોપી દિવાલ ઉપર ચડી ગયા બાદ તુરંત જ પાછળ નીચે કુદીને ભાગી ગયો હતો.

દિવાલ ઉંચી કરી ઇલેકટ્રીક સપ્લાય શરૃ થાય
સ્ટાફના જણાવ્યા અનુસાર જેલની દિવાલ નીચી પડે છે અને દિવાલ ઉપર લોખંડની ફીટ કરેલી જાળીમાં ઇલેકટ્રીક સપ્લાય બંધ છે તો તાત્કાલીક તંત્ર દ્વારા દિવાલ ઉચી કરી ઇલેકટ૬ીક સપ્લાય શરૃ કરવો જોઇએ.

ધનસુરાઃ વડાગામમાં વિચિત્ર અકસ્માત નવ વાહનો એકબીજા સાથે ભટકાયા

ધનસુરા તાલુકાના વડાગામમાં વિચિત્ર માર્ગ અકસ્માતમાં ૯ વાહન એકબીજા સાથે ધડાકાભેર એક પછી એક ટકરાતાં ભારે અફડા તફડી મચી હતી. એક સમયે તો મોટી જાનહાની થવાની ભીતી વ્યક્ત થઈ હતી પરંતુ અકસ્માતમાં ૩ જણને સામાન્ય ઈજાઓ થતાં સૌ કોઈએ રાહત અનુભવી હતી. વાહનોની અવર જવરથી ધમધમતા માર્ગ ઉપર એક પછી એક વાહનો જાણે કે શિંગડાં ભરાવવા દોડયાં હોય તેમ ટકરાઈ જતાં ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા.

જિલ્લામાં માર્ગાે ઉપર ગમખ્વાર અકસ્માત વધ્યા છે તેમાંય કોઈ એક વાહન ચાલકની ભૂલનો ભોગ અન્ય વાહન ચાલકો બની જતા હોય છે. જિલ્લાના માર્ગાે ઉપર ટ્રાફીકના નિયમોનું કોઈ પાલન થતું નથી જેથી વિચિત્ર અકસ્માતો સર્જાતા હોય છે. શનિવારે ધનસુરા તાલુકાના વડાગામમાં કોઈ એક વાહન ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધા પછી આઈશરટ્રક, રીક્ષા, જીપ અને સ્કૂટર સહિત ૯ જેટલાં વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાતાં લોકો ડઘાઈ ગયા હતા.

એક પછી એક વાહનો ધડાકા સાથે ટકરાતાં મોટો હાદસો સર્જાવાની ભીતી વ્યક્ત થઈ હતી પરંતુ સદનસીબે માત્ર ૩ જણને સામાન્ય ઈજાઓ પહોંચતાં સૌ કોઈએ હાશ અનુભવી હતી પરંતુ સાગમટે વાહનો ટકરાઈ જવાથી વાહન વ્યવહાર અવરોધાતાં ટ્રાફીકજામ થયો હતો. અકસ્માત પછી તાત્કાલિક નુક્સાન પામેલા વાહનોને દૂર કરાવી ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી અપાયાં હતાં. ઓચિંતો વિચિત્ર અકસ્માત સર્જાતાં તેની ચર્ચા દિવસભર સાંભળવા મળતી હતી.

ધોરાજીમાં કોંગ્રેસના કાર્યકરે શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ


ધોરાજીમાં ભૂગર્ભ ગટર અને રસ્તાના પ્રશ્ને આજે કોંગ્રેસના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. શહેરના ત્રણ દરવાજા પાસે કોંગ્રેસના કાર્યકરે શરીર ઉપર કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો હતો. જોકે, શરીર પર કેરોસીન છાંટનાર કોંગી કાર્યકરને કોઇ અધિકારીએ ફડાકા મારી રહ્યો હોય તેવું વીડિયોમાં દેખાય છે. જો કે, બનાવ સ્થળે પોલીસ બંદોબસ્ત હોવાથી શરીરે કાંડી ચાંપે તે પહેલા જ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

લાંબા સમયથી રજૂઆત હોવા છતાં ત્યાંની નગરપાલિકા ભૂગર્ભ ગટર કે રસ્તા પર ધ્યાન આપી રહી નથી. જેને લઇ બે દિવસ પૂર્વે લોક રોષના ભોગે ધોરાજી બંધ રહ્યું હતું. ત્યારે આજે આત્મવિલોપનની ચિમકી બાદ આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ પ્રમુખ, મહામંત્રી, યુથ કોંગ્રેસ પ્રમુખ, લઘુમતિ મોરચા પ્રમુખ સહિતના છ લોકોએ શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે, સદનસીબે દુર્ઘટના થતા અટકી હતી.

ગાંધીધામઃ છૂટાછેડાનાં પાંચ વર્ષ પછી ભૂલનો અહેસાસ થતાં યુવકે કર્યું ન કરવાનું કામ

પૂર્વ કચ્છમાં શુક્રવારે બનેલી ત્રણ જુદી જુદી ઘટનાઓમાં ત્રણ યુવાન જિંદગીઓ નંદવાઈ ગઈ હતી. અકસ્માતે મોતની પ્રથમ ઘટનામાં ગાંધીધામનાં જગજીવન નગર ખાતે રહેતા એક યુવાને પાંચ વર્ષ પહેલાં થયેલા તેનાં છૂટાછેડાની ભૂલનો અહેસાસ થતાં નિરાશ થઈ જઈને ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. બીજી ઘટનામાં નાગલપર ખાતે રહેતી એક યુવતીએ છાપામાં આવેલી સગાઈ ફોકની જાહેરાતથી આઘાત પામીને ઝેરી દવા પીને મોતને વહાલું કર્યું હતું.જ્યારે અન્ય એક ઘટનામાં રાપર ચિત્રોડ હાઈવે પરથી એક યુવાનની બે ભાગમાં વહેંચાયેલી કોહવાઈ ગયેલી સ્થિતિમાં લાશ મળી હતી.

ગાંધીધામ પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે શહેરનાં જગજીવન નગર ખાતે રહેતા ૩૩ વર્ષનાં મહેશ વેરશી મહેશ્વરી નામનાં યુવાને શુક્રવારે સવારે ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. હોમગાર્ડમાં ફરજ બજાવતા આ યુવાનનાં પાંચ વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા. આ ઘટનાને કારણે પોતાની ભૂલનો અહેસાસ થતાં આ યુવાને જિંદગી ટૂંકાવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

નાગલપર ખાતે બનેલી આપઘાતની અન્ય એક ઘટનામાં પણ કંઈક આવું જ બનતાં ૧૯ વર્ષની કોડભરી યુવતી ઝેરી દવા પી ગઈ હતી. પોલીસમાં થયેલી નોંધ મુજબ નંદની પ્રભુલાલ વરૃ નામની યુવતીની સગાઈ ફોક થવા અંગેની જાહેરાત અખબારમાં પ્રસિદ્ધ થઈ હતી. છાપામાં જાહેરાત આવતાં આ યુવતીને લાગી આવ્યું હતું અને તેણે શુક્રવારે સવારે ઘઉંમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી, જેને લીધે તેનું મોત થયું હતું.

અકસ્માતે મોતની પોલીસમાં નોંધાયેલી ત્રીજી ઘટનામાં રાપર-ચિત્રોડ રોડ પરથી પોલીસને એક કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી. બે ભાગમાં વહેંચાઈ ગયેલી આ વિકૃત લાશને તેના પર રહેલા કપડાં ઉપરથી ઓળખવામાં આવતાં તે રાપર પાંજરાપોળ પાછળ રહેતા છગન હરિ ગોહિલની હોવાનું બહાર આવ્યું હતું. તે બારમી મેનાં રોજ ઘરેથી ગુમ થયો હોવાની નોંધ પોલીસમાં થઈ હતી. પોલીસે હાલ તો લાશને વૈજ્ઞાાનિક પરીક્ષણ માટે જામનગર ખાતે મોકલી આપી હતી.


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Ahmedabad News : SuratTimes.com

આજે આઈપીએલની ફાઈનલ મેચ સટ્ટાબજારમાં મુંબઈ હોટફેવરિટ

ઈન્ડિયન પ્રિમીયર લીગ આઈપીએલ સિઝન-૧૦ ની આવતીકાલ તા.૨૧મી મેના રોજ મુંબઈ અને પૂના વચ્ચે ફાઈનલ મેચ છે. બુકીઓના મતે મુંબઈ સટ્ટાબજારમાં હોટફેવરિટ છે.મુંબઈની ટીમનો ભાવ ૭૩ પૈસા સામે પૂનાની ટીમનો ભાવ રૂ.૧.૪૫ થી ૧.૫૦ પૈસા ચાલી રહ્યો છે. લોકોને રજાનો દિવસ હોવાથી ફાર્મ હાઉસ અને મીની હોમ થીયેટરોમાં ફાઈનલ મેચો જોવા માટે લોકો એડવાન્સમાં ગોઠવણ કરી દીધી છે.મુંબઈની ટીમ ફાઈનલમાં કપ લઈ તે માટે લોકો દારૂખાનું ખરીદીને રાખ્યુ છે.  બુકીઓના મતે આઈપીએલની મેચોમાં આશરે ૨૦ હજાર કરોડથી વધુનો સટ્ટો ગુજરાતમાં રમાયો હશે.જેમાં અમદાવાદમાં જ પાંચ હજાર કરોડનો સટ્ટો રમાયો હોવાનું સટોડિયા માની રહ્યા છે.

આઈપીએલની મેચો ભારતમાં રમાતી હતી અને સટ્ટો દુબઈમાં લેવામાં આવતો હતો. મોટાભાગના બુકીઓ દુબઈમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. કપમાં પટરોએ લગાવેલા કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આઈપીએલની મેચમાં પટરોએ રોયલ ચેલન્જર બેગ્લોર અને ગુજરાત લાયન્સ ઉપર મોટો સટ્ટો રમયા હતા.જો કે, બંને ટીમો સેમી ફાઈનલમાં પહોંચી શકી નહોતી.જેના લીધે પંટરોનુ મોટુ ધોવાણ થયુ હતુ. મેચોમાં મોટાભાગના બુકીઓ દુબઈ ટ્રાન્સફર થઈને ત્યાથી ઓનલાઈન સટ્ટો રમાડતા હતા. જેનો હિસાબ અમદાવાદની આંગડિયા પેઢીઓમાં કરવામાં આવતો હતો અને વોટસઅપ ઉપર હિસાબ ઓકે થયા બાદ નાણાંની આપલે કરવામાં આવતી હતી.આ ટુર્નામેન્ટમાં ૬પ મેચોમાં રનો,વિકેટ વધુ કોણ લેશે અને કઈ ટીમો આગળ છે તેની ઉપર ભાવો ખુલ્યા હતા.

પહેલી પત્નીને 'એક તલાક', બીજીને 'ત્રણ તલાક' ફરી પહેલી પત્નીને પરણ્યો  

અમદાવાદ, તા. ૨૦

ત્રણ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે ત્યાં અમદાવાદની ફેમિલી કોર્ટમાં તલાકનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિએ પત્નીને એક તલાક આપી બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. થોડાક સમય બાદ બીજી પત્નીને તલાક આપી જેને એક તલાક આપ્યા હતા એ પ્રથમ પત્ની સાથે ફરી લગ્ન માંડયા હતા, જોકે તેમાં પણ જીવનનૈયા આગળ વધી નથી.

ત્રીજા લગ્નમાં જેલની હવા ખાવાનો વારો આવ્યો 

આસ્ટોડિયા વિસ્તારમાં રહેતી શિફા મનસુરીના લગ્ન જુહાપુરા ખાતે રહેતાં જુનેદ મનસુરી સાથે વર્ષ ૨૦૧૪માં થયાં હતાં. પરિણીતા અને તેમના વકીલે જણાવ્યું કે, સાસરી પક્ષ દ્વારા દહેજ મામલે તેની પર મ્હેણાટોણાં મારવામાં આવતાં હતાં. શંકા અને વહેમ રાખીને પણ મારઝૂડ કરાતી હતી. દરમિયાન ડિસેમ્બર ૨૦૧૫માં પતિએ એક તલાક આપી દેતાં પરિણીતા પિયર રહેવા આવી ગઈ હતી. એ પછી જુનેદે સમૂહલગ્નમાં બીજી યુવતી સાથે નિકાહ પઢયા હતા. બીજા લગ્ન પણ ઝાઝા ના ટક્યા, જુનેદે તલાક આપી દીધા. સ્થિતિ એવી આવી કે, એ જ જૂના પાત્રોએ વર્ષ ૨૦૧૬માં ફરી લગ્ન કર્યાં. બીજી વારના પ્રયાસમાં પણ દંપતી એક ના થઈ શક્યાં. પરિણીતાના દાવા મુજબ મારઝૂડ અને ત્રાસના કારણ ફરી ઘર છોડયું અને ભરણપોષણનો કેસ ફેમિલી કોર્ટમાં કર્યો હતો, ૨૦૧૫ના કેસમાં ૪૫ હજારથી વધુની રિકવરી માટે પરિણીતાએ અરજી કરી તો પતિએ પૈસા ભરવાનો ઈન્કાર કરી દીધો, જેને પગલે કોર્ટે ૨૩૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કરી પતિને જેલ હવાલે મોકલી આપવા આદેશ કર્યો છે.

પતિએ આપ્યા તલાક, પત્ની કહે ‘કબૂલ નથી’ 

ફોજદારી કોર્ટમાં શહેર કોટડાનો અજીબ કિસ્સો બહાર આવ્યો છે. પતિ અસ્લમ સામે પત્ની રેહાના નામ બદલ્યુંએ ત્રાસ સંદર્ભેનો કેસ કર્યો છે, જેમાં પતિએ કોર્ટમાં દાવો કર્યો છે કે, મેં મારી પત્નીને તલાક આપી દીધા છે. જોકે પત્ની તરફથી તલાક કબૂલ જ ન હોવાનો મુદ્દો ઉઠાવાયો છે. પરિણીતા બે સંતાનો સાથે પિયરમાં રહે છે, જેણે ભરણપોષણ અને વળતરની ગુહાર લગાવી હતી, હાલ રિકવરી ૫૦ હજારથી વધુ ચઢી ગઈ છે, જે મુદ્દે ૨૪મી મે ના રોજ સુનાવણી પ્રક્રિયા રાખવામાં આવી છે.

કોર્ટે કહ્યું – પત્નીની આસપાસ ફરકવું નહીં 

શહેર કોટડાના દંપતીના આ કિસ્સામાં ફોજદારી કોર્ટે એવો હુકમ કર્યો હતો કે, પત્ની જ્યાં જાય એ જગ્યાની આસપાસ પતિએ ફરકવું નહિ. પરિણીતાની સુરક્ષાને લઈને કોર્ટે આ હુકમ કર્યો હતો, અલબત્ત, કોર્ટના આદેશની ઐસીતૈસી કરીને પતિએ પરિણીતાની ધોલાઈ કરી નાંખી એટલે પરિણીતાએ પતિ સામે બીજો કેસ ઠોક્યો છે. આ પ્રકરણમાં પતિ સામે તહોમતનામું ઘડવામાં આવ્યું છે.

જાધવને કોન્સ્યુલર એક્સેસનો ICJએ આદેશ આપ્યો જ નથી : પાક.નું નર્યું જૂઠાણું

નવી દિલ્હી/ઇસ્લામાબાદ :

આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીના મામલે હારી ગયા પછી પાકિસ્તાનની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. આતંકની ફેક્ટરી ચલાવતા અવળચંડા પાકિસ્તાન દ્વારા તંગડી ઊંચી રાખવા હવે એવો દાવો કરવામાં આવ્યો છે કે ICJમાં તે હાર્યો નથી. પાક.ના વડા પ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુલભૂષણ જાધવને કોન્સ્યુલર એક્સેસનો આદેશ ICJએ આપ્યો જ નથી. આમ તેઓ વધુ એક નર્યું જૂઠાણું ફેલાવી રહ્યા છે. નફ્ફ્ટ પાક.એ કોર્ટના આદેશ પછી પણ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા ઈનકાર કર્યો છે. નાપાક પાક. દ્વારા નવો રોગ આલાપવામાં આવી રહ્યો છે કે જાસૂસી અંગે ICJ ચુકાદો આપી શકે નહીં. સરતાજ અઝીઝે તો એવી શેખી મારી છે કે અમે એવું સાબિત કરી બતાવીશું કે ભારત પાકિસ્તાનમાં આતંક ફેલાવવાનું કામ કરે છે. જાધવ વિરુદ્ધ પાકિસ્તાન પાસે નક્કર પુરાવા છે.

સરતાજ અઝીઝે પત્રકાર પરિષદમાં કહ્યું કે પાકિસ્તાન ICJમાં હારી ગયો છે તેમ કહેવું ખોટું છે, કોર્ટે જાધવની ફાંસી સામે સ્ટે આપ્યો છે તે પણ ખોટું છે અને જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા આદેશ આપ્યો છે તેમ કહેવું પણ ખોટું છે. પાકિસ્તાનને આ કેસ માટે તૈયારી કરવા ફક્ત પાંચ દિવસ જ મળ્યા હતા. કેસ લડવા માટે ખાવર કુરેશીની પસંદગી સર્વસંમતિથી કરી હતી. તેમની દલીલોથી સૌને સંતોષ છે. કેટલાંક કહે છે કે પાક.ને દલીલો કરવા ૯૦ મિનિટ મળી હતી તો ફક્ત ૫૦ મિનિટમાં તે કેમ પૂરી કરાઈ? પણ બાકીની ૧૦ મિનિટમાં ઘણીબધી દલીલો કરાઈ હતી. પાક.ને કેસની તૈયારી માટે ઓછો સમય મળ્યો હતો જેમાં એડહોક જજ નીમવાનું તેના માટે શક્ય નહોતું. પાકિસ્તાનની વકીલોની નવી ટીમ હવે વધુ મજબૂતાઈથી પાકિસ્તાનનો કેસ રજૂ કરશે અને સંપૂર્ણ તૈયારી સાથે કોર્ટમાં જશે.

જસ્ટિસ કાત્જુએ કહ્યું, કુલભૂષણ કેસમાં ભારતે આઈસીજે જઇને ભૂલ કરી

કુલભૂષણ જાધવને અપાનારી ફાંસી પર આંતરરાષ્ટ્રીય કોર્ટે મનાઇહુકમ ફરમાવતાં દેશ ખુશી મનાવી રહ્યો છે ત્યારે જસ્ટિસ કાત્જુ કાંઇક જુદી જ વાત કરી રહ્યા છે. જસ્ટિસ માર્કંડેય કાત્જુએ કહ્યું છે કે કુલભૂષણ જાધવના કેસમાં પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અદાલતમાં પહોંચીને ભારતે ભૂલ કરી છે.  જસ્ટિસ કાત્જુએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે,’મારા મતે આ કેસમાં આઈસીજેની વાટ પકડીને ભારતે ભૂલ કરી છે.? કાત્જુ લખે છે કે,’એક રીતે આપણે પાકિસ્તાનના હાથમાં રમી રહ્યા છીએ. આપણે પાકિસ્તાનને આઈસીજેમાં અન્ય મુદ્દા ઉઠાવવાની પણ છૂટછાટ આપી દીધી. તેથી જ પાકિસ્તાને આઈસીજેના ચુકાદાનો ગંભીરતાથી વિરોધ નથી કર્યો. પાકિસ્તાન તેનો ઉપયોગ કાશ્મીર મુદ્દા માટે કરી શકે છે. હવે તે નક્કી છે કે પાકિસ્તાન કાશ્મીર વિવાદના ઉકેલ માટે આઈસીજેની વાટ પકડશે. આવી સ્થિતિમાં ભારત આઈસીજેના ચુકાદા પર કાંઇ કહી પણ નહીં શકે.?

કુલભૂષણ જાધવ કસાબ કરતાં પણ મોટો આતંકી : મુશર્રફ

ભારતના નાગરિક જાધવની ફાંસી સામે ICJ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાનમાંથી ભાગીને લંડનમાં રાજ્યાશ્રય લેનાર પાક.ના પૂર્વ સરમુખત્યાર મુશર્રફને હવે પાંખો ફૂટી છે. જાધવની ફાંસી સામે સ્ટે મળ્યા પછી મુશર્રફે જાધવને કસાબ કરતાં પણ મોટો આતંકી ગણાવ્યો છે. જાધવનો કેસ હારી જવાના મામલે તેમણે પાક. સરકારને ફટકાર લગાવી છે. મુશર્રફે કહ્યુ કે કસાબ તો એક મહોરું હતો ખરો આતંકી તો જાધવ છે જે અનેક લોકોને આતંકના માર્ગ પર લઈ ગયો છે. કસાબ અને જાધવમાં કોણ મોટો અપરાધી છે તેવું નક્કી કરવાનું આવે તો બેશક જાધવને જ મોટો અપરાધી ગણી શકાય. મુશર્રફે કહ્યું કે ભારત ICJમાં ગયો તે ખોટું પગલું છે. પાકિસ્તાને પણ ત્યાં જવાની કે હાજર થવાની જરૂર નહોતી. જાસૂસી અને અશાંતિ એ ભારતનો આંતરિક મામલો છે, સંયુક્ત રાષ્ટ્ર અને ICJ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે ખરેખર કોઈ સત્તા જ નથી. બલૂચિસ્તાનમાં અશાંતિ માટે જાધવ જવાબદાર છે.

પાકિસ્તાન જાસૂસીના કેસ તરીકે મૂલવશે

પાકિસ્તાનના આંતરિક બાબતોના પ્રધાન ચૌધરી નિસારઅલી ખાને કહ્યું કે જાધવ સાથે પાકિસ્તાન તેના કાયદા મુજબ વર્તાવ કરશે. તેની સજાને જાસૂસીના કેસ તરીકે મૂલવશે. જાધવને પકડયા પછી પાક.માં અનેક આતંકી ઘટનાઓ રોકી શકાઈ છે.

ICJ દખલ કરી શકે નહીં

સરતાજ અઝીઝે કહ્યું કે પાકિસ્તાનનાં બંધારણ અને કાયદા મુજબ જાધવને સજા કરાશે. આ રાષ્ટ્રીય હિતો અને જાસૂસીને લગતો કેસ છે, જેમાં ICJ દખલ કરી શકે નહીં. પાક.માં આતંકી કામગીરી પર ઢાંકપિછોડો કરવા માટે ભારત આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ગયો છે.

હવે પાક. એટર્ની જનરલ અશ્તર સફઅલી ICJમાં કેસ લડશે

પાકિસ્તાનના એટર્ની જનરલ અશ્તર સફઅલી હવે ICJમાં પાકિસ્તાન વતી જાધવનો કેસ લડશે. લંડનમાં રહેતા વકીલ ખવાર કુરેશીની દલીલો સામે પાકિસ્તાનનાં લોકોનો રોષ ભભૂકી ઊઠતાં પાકિસ્તાને વકીલ બદલવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાને ICJના અધિકારક્ષેત્રનો સ્વીકાર કર્યો છે તેવા અહેવાલોને અશ્તરે ફગાવ્યા હતા.

કાશ્મીરના નૌગામમાં ઘૂસણખોરી કરતા બે આતંકી ઠાર, બે જવાનો શહીદ

શ્રીનગર :

કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવેલા નૌગામ સેક્ટરમાં બોર્ડર ઓળંગીને ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બે ત્રાસવાદીઓને ભારતીય આર્મીના જવાનોએ ઠાર માર્યા છે. આતંકીઓ સાથેની અથડામણમાં ભારતના બે જવાનો શહીદ થયા હતા. ઉત્તર કાશ્મીરમાં એલઓસી નજીક આ ઘટના બની હતી. મોડી રાત સુધી આતંકીઓ સાથેની મૂઠભેડ ચાલુ હોવાનું જાણવા મળે છે.

આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારતનાં આર્મી દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો હતો. આ ઘટનામાં ભારતના બે જવાનોએ તેમના જીવની કુરબાની આપી હતી. આર્મી અને બીએસએફ દ્વારા ઘટનાસ્થળની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.શુક્રવારે ભારતના સંરક્ષણપ્રધાન જેટલીએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી તે વખતે તેમણે જવાનોને સીઝફાયર ભંગનો જડબાતોડ જવાબ આપવા આદેશ આપ્યો હતો. જેટલીના આદેશના બીજા દિવસે જ એલઓસી પર ઘૂસણખોરની ઘટના બની છે. કાશ્મીરમાં હિંસા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવા તેમણે ચેતવણી આપી હતી.

અર્ધલશ્કરી દળના શહીદના પરિવારને મળશે ૧ કરોડની સહાય : રાજનાથ

ગૃહપ્રધાન રાજનાથસિંહે શનિવારે સિક્કિમના નાથુ લા ખાતે જાહેરાત કરી હતી કે ફરજ પર તૈનાત અર્ધલશ્કરી દળના કોઈપણ જવાન શહીદ થતાં તેમના પરિવારને કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની મદદ મળશે. રાજનાથે વધુ કહ્યું કે અર્ધલશ્કરી દળના ૩૪ હજાર કોન્સ્ટેબલની પોસ્ટ અપગ્રેડ કરીને હેડકોન્સ્ટેબલમાં તબદીલ કરવામાં આવશે. જવાનો પોતાની ફરિયાદો ગૃહ મંત્રાલયનાં એપ પર કરી શકશે. ગૃહપ્રધાને અગ્રિમ ચોકી નાથુ લા ખાતે પહોંચીને બોર્ડર આઉટપોસ્ટ ખાતે યોજાયેલા સૈનિક સંમેલનમાં ભાગ લીધો હતો.

નાથુ લા ખાતે ઇન્ડિયન તિબેટ બોર્ડર પોલીસ અર્થાત્ આઈટીબીપી તૈનાત છે. ચીનની સરહદ ત્યાંથી નજીક છે. રાજનાથે કહ્યું કે, ‘દેશને પોતાનાં અર્ધલશ્કરી દળો પર ગૌરવ છે, તેમનાં બલિદાનોને સલામ કરે છે. પેરામિલિટરી દળો નક્સલવાદીઓ અને જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામે લડી રહ્યાં છે. જવાનોની શહાદતને નાણાંમાં તોલી શકાય તેમ નથી, પરંતુ તેમના કુટુંબીજનોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે તે હેતુસર વિશ્વાસ અપાવું છું કે અર્ધલશ્કરી દળના શહીદોને ઓછામાં ઓછી રૂપિયા એક કરોડની મદદ જરૂરથી મળશે.

Baroda News : SuratTimes.com

વડોદરા: લક્ઝુરિયસ ટ્રેન 'તેજસ એક્સપ્રેસ' રવાના થાય તે પહેલાં જ કોચીસના તૂટ્યા ગ્લાસ

આગામી તા.૨૨મીથી મુંબઇથી ગોવા માટેની શરૃ થનારી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી તેજસ ટ્રેન મુંબઇ પહોંચે તે પહેલા જ તેની ઉપર પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રીમિયમ ટ્રેન તેજસ એક્સપ્રેસ રવાના થાય તે પહેલાં જ ટ્રેન પર પથ્થરમારો કરીને તોડફોડ થઇ છે. જો કે કોના દ્વારા તોડફોડ કરાઇ તે હજુ સુધી જાણી શકાયું નથી. દિલ્હીથી મુંબઇ જવા રવાના થયેલી તેજસ ટ્રેન વડોદરા ખાતે આવી પહોંચી ત્યારે તેની ઉપર થયેલા પથ્થરમારાના લીધે નવા નક્કોર ત્રણ કોચના ગ્લાસ તૂટેલા હતા. આ દ્રશ્ય જોઇને સૌ અવાક બની ગયા હતા. તેજસ ટ્રેન સાથે સેલ્ફી પાડવા માટે લોકોએ પડાપડી કરી હતી. તેજસ ટ્રેન પર કયા સ્થળે પથ્થરમારો થતાં કોચના ગ્લાસ તૂટયા તે અંગે રેલવે અધિકારીઓએ મૌન સેવ્યું હતું. પંજાબના કપુરથલા ફેકટરીમાં તેજસ ટ્રેન તૈયાર થઇ હતી. કપુરથલાથી ગઇકાલે દિલ્હી આવી પહોંચી હતી. પ્લેન જેવી સુવિધા ધરાવતી તેજસ ટ્રેનનું દિલ્હી ખાતે નિરીક્ષણ 19મી મેના રોજ રેલવે મંત્રીએ કર્યું હતું. ગઇકાલે તેજસ ટ્રેન રાત્રે દિલ્હી થી મુંબઇ જવા ઉપડી હતી.

ગઇકાલે આ ટ્રેન સવારે 6 કલાક 20 મિનિટે વડોદરા રેલવે સ્ટેશન આવી પહોંચી હતી. ત્યારે તેજસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર આવી પહોંચી હતી. ત્યારે પ્લેટફોર્મ નંબર 2 પરના મુસાફરોએ તેજસ ટ્રેન સાથે સેલ્ફી પડાવી હતી. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર 10 મિનિટ રોકાઇ હતી. જે દરમિયાન ટ્રેનના ડ્રાઇવર અને ગાર્ડ બદલાયા હતા. જો કે આ સમયે તેજસ ટ્રેનના ત્રણ કોચના ગ્લાસ તૂટેલા જોવા મળ્યા હતા. આ જોઇને દિલ્હી થી મુંબઇ જવા નીકળેલી તેજસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવે તે પહેલા કોઇ સ્થળે ટ્રેન પર પથ્થરમારો થતાં તેના કાચ તૂટી ગયા હોવા જોઇએ તેવી ચર્ચા અધિકારીઓમાં ઉઠવા પામી હતી. કયા સ્થળે આ બનાવ બન્યો તે અંગેની જાણકારી નહીં હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે વડોદરા ડિવિઝનમાં આ બનાવ બન્યો નહીં હોવાનું તેમને ભારપૂર્વક કહ્યું હતું.

તેજસ ટ્રેનના એસીનું કવર પણ ખુલી ગયું હતું
130 કિ.મી.ની ઝડપે દોડાનારી તેજસ ટ્રેન મુંબઇ થી ગોવા વચ્ચેનું અંતર 8 કલાક 25 મિનિટમાં પૂરું કરશે. આ એસી ટ્રેન મુંબઇ પહોંચે અને તેની પ્રથમ યાત્રા શરૂ કરે તે પહેલા જ પ્રથમગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. આ ટ્રેનના ત્રણ કોચના ગ્લાસ પથ્થરમારાથી તૂટી ગયા હતા. જ્યારે ટ્રેનના એસીનું ઉપરનું કવર પણ ખુલી ગયું હતું. આ એક અધિકારીને નજરે પડતા તેમને તે વ્યવસ્થિત કરવા માટે ટ્રેનમાંના કર્મચારીનું ધ્યાન દોર્યું હતું.

આપને જણાવી દઇએ કે આ ટ્રેનની સીટોનું બુકિંગ આજ સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ચૂકયું છે. તેનુ ઉદ્ઘાટન સોમવારના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી)થી કરશે.

તેજસ એક્સપ્રેસના ફર્સ્ટ એસ ડબ્બામાં કેટરિંગની સુવિધાની સાથે સફર કરવાનો ખર્ચ 2680 રૂપિયા છે, જ્યારે એસી ચેરકારમાં વ્યક્તિ દીઠ 1680 રૂપિયા ખર્ચ છે. આ કિંમત આ રૂટ પરથી પસાર થતી જનશતાબ્દી ટ્રેન કરતાં લગભગ 3 ગણી વધુ છે.

ડબ્બાની પસંદ પ્રમાણે કિંમત 500 થી 900 રૂપિયાની વચ્ચે છે. એસી ડબલ ડેકર મડગાંવ-પનવેલ ટ્રેનમાં આઠ કલાકની મુસાફરી માટે વ્યક્તિ દીઠ કાર સીટ પર 795 રૂપિયા અને થર્ડ એસી માટે 1880 રૂપિયા છે.

તેજસમાં મુસાફરી કરતાં પેસેન્જરને વિભિન્ન સુવિધાઓ જેવી કે સીટની પાછળ એલઇડી ટીવી કોફી વેન્ડિંગ મશીન, સીસીટીવી કેમેરા, જીપીએસ-આધારિત સૂચના ડિસ્પ્લે મળશે.

વડોદરાઃ પત્નીને રાજકીય નેતા સાથે કઢંગી હાલતમાં જોઇ ગયો પતિ અને પછી...

વડોદરા જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક રાજકારણીએ તાલુકાના જ એક ગામમા નોકરી કરી પરિણીતા સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. જોકે, ઘણા સમયથી ચાલતી રંગરલીયોનો તાજેતરમાં પર્દાફાશ થયો હતો. જેમાં પતિએ પત્નીને રંગરલીયા મનાવતી રંગેહાથ ઝડપી પાડતા મામલો બિચક્યો હતો. પતિએ પત્નીને મારમાર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અંકલેશ્વર હાઇવેને અડીને આવેલા એક ગામની પરિણીત મહિલા સરકારી નોકરી કરે છે. નોકરી દરમિયાન પરિણીતાને ઝઘડિયા તાલુકા કક્ષાના એક રાજકીય આગેવાન સાથે પરિચય થયો હતો. વાસના ભૂખ્યા રાજકારણીએ મહિલાને પોતાની જાળમાં ફસાવવા દાણાં નાંખવાની શરૃઆત કરી હતી. રાજકારણીએ પરિણીતાને રાજકીય વગ અને પ્રતિભાના પ્રકાશમાં આંજી દિધી હતી. જે બાદ પરિણીતા સાથે અનૈતિક સંબંધોનો સિલસિલો શરૃ થયો હતો.

સરકારી કર્મચારી એવી પરિણીતાના અનૈતિક સંબંધોનો દૌર લાંબો ચાલ્યો અને લોકોમાં ગણગણાટ પણ શરૃ થઇ ગયો હતો. આ વાત પરિણીતાના પતિના કાને આવી હોય પતિએ પણ પત્ની પર શંકા કરવાની શરૃઆત કરી હતી. પતિએ પત્નીની તપાસ કરવાની પણ શરૃઆત કરી હતી. દરમિયાન બે દિવસ પહેલા મહિલાનો પતિ અચાનક જ પત્નીના નોકરીના સ્થળે પહોંચી ગયો હતો. જયાં તેને પત્ની બાબતે પુછપરછ શરૃ કરી હતી. જેમાં પત્ની રાજકારણી સાથે હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેથી તે પત્ની અને રાજકારણી જ્યાં પ્રણયફાગ ખેલી રહ્યા હતાં ત્યાં પહોંચ્યો હતો. જ્યાં પત્ની અને રાજકારણી રંગે હાથ ઝડપાયા હતા.

પત્નીને રાજકારણી સાથે કઢંગી હાલતમાં નિહાળી પતિએ ત્યાં જ પત્નીની મારવાની શરૃઆત કરી હતી. પત્નીએ તે સમયે મામલો થાળે પાડવા માટે ઘરે જઇ વાત કરવા કહ્યું હતું. પતિ પત્નીને લઇ ઘરે જતો રહ્યો હતો. રાત્રે ફરી આ જ મુદ્દે દંપતિ વચ્ચે તકરાર થતાં પત્નીએ પોલીસને બોલાવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો. જો કે ઘરનો અંગત મામલો અને એ પણ લગ્નેતર સંબંધનો હોવાથી વહેલી પરોઢ સુધી રકજક ચાલી હતી.

અંતે કોઇપણ કાયદેસરની કાર્યવાહી કર્યા વિના જ મામલો થાળે પાડી દેવાયો હતો. બીજી તરફ આ વાસનાકાંડના પર્દાફાશથી હક્કા બક્કા બનેલા રાજકારણીએ પણ પોતાની રાજકીય શાખ બચાવવા માટે ભારે ધમપછાડા શરૃ કરી દીધા હતા.

વડોદરા: પીરિયડ્સમાં સેક્સની ના પાડતા પતિએ ગુપ્તાંગમાં ખોસી દીધો દંડો, બીજું શું કર્યું?

વડોદરાની એક મુસ્લિમ યુવતીએ માસિક ધર્મ (પીરિયડ્સ)માં હોવાથી પતિ સાથે સેક્સ સંબંધ બાંધવાની ના પાડતાં હવસખોર પતિએ આચરેલી ક્રૂરતાની વાત સંભળીને ભલભલાને કંપારી છુટી જશે. મુસ્લિમ યુવકે હેવાનિયતની ચરમસીમા વટાવીને પત્નીના ગુપ્ત ભાગમાં ડંડો ખોસી દીધો હતો.

આ અત્યાચારથી પત્ની લોહી લુહાણ થઇ ગઇ છતાં હવસખોર પતિને સંતોષ ના થતાં તેણે પીડાથી બૂમો પાડતી યુવતીને ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી કાઢી મૂકી હતી. પત્નીને એટલી ગંભીર ઇજાઓ થઇ હતી કે તેના ગુપ્ત ભાગે 18 ટાંકા લેવા પડ્યા અને આજે પણ સરખી રીતે ચાલી શકતી નથી.

યાસ્મીન (નામ બદલ્યું છે)ના નાની ઉંમરમાં જ અબ્દુલ (નામ બદલ્યું છે) સાથે નિકાહ કરવામાં આવ્યા હતા. અબ્દુલ પહેલાંથી જ ભારે ગુસ્સાવાળો હતો અને નાની-નાની વાતે ઉશ્કેરાઇ જતો હોવાથી ઝઘડા થયા કરતા હતા. છ વર્ષના લગ્ન જીવનમાં સંતાન થયું નહીં તેને માટે તે યાસ્મીનને જવાબદાર ગણીને તેના પર અત્યાચાર કરતો.

ગયા સપ્તાહે અબ્દુલે યાસ્મીન સમક્ષ સેક્સ માણવાની અને શારીરિક સંબંધ બાંધવા દેવાની માગણી કરી હતી. યાસ્મીન માસિક ધર્મમાં હોવાથી એણે ના પાડી દીધી હતી. આ સાંભળતા જ અબ્દુલ ઉશ્કેરાયો હતો અને યાસ્મીનને કહ્યું કે, તેં મને આજે ના પાડી છે તો હવે આખી જીંદગી તું કોઇની સાથે સંબંધ બાંધી નહીં શકે.

અબ્દુલે આવું કહીને ઘરમાં પડેલી લાકડી લઇ યાસ્મીનના ગુપ્ત ભાગે નાંખી દીધી હતી. ભયંકર પીડાથી યાસ્મીને ચીસો પાડી ઉઠી હતી અને તેણે બૂમાબૂમ શરૂ કરી પણ પત્નીના દર્દની અને તેના વહેતા લોહીની પરવા કર્યા વિના પતિ અબ્દુલે તલાક, તલાક, તલાક કહીને યાસ્મીનને તે જ ક્ષણે છૂટાછેડા આપીને ઘરની બહાર કાઢી મૂકી હતી. યાસ્મીને ડરના માર્યા પતિ સામે પોલીસ કેસ કરવાનું ટાળી તેનો પરિવાર પણ ઘરમેળે સમાધાન કરવાનું કહે છે.

પતિને ફોન કરી કહ્યું - ધાબા પર સૂકવેલા કપડાં લઇ લેજો, પછી પત્નીએ લગાવી મોતની છલાંગ

 

શહેરના સેવાસી રોડ પરના કોલાબેરા કંપનીના બિલ્ડીંગના આઠમા માળેથી આજે સાંજે કંપનીની મહિલા કર્મચારીએજ પડતુ મુકી જીવાદોરી ટૂંકાવી નાખી હતી

શહેરના ગોત્રી રોડ પરની મધર્સ સ્કૂલ પાછળની મીંરા સોસાયટીમાં રહેતી દ્રષ્ટિ પટેલનાં (ઉ.વ.૨૭) પ્રેમલગ્ન વર્ષ ૨૦૧૨માં રોનક હસમુખભાઇ પટેલ સાથે થયા હતા. દ્રષ્ટિ કોલાબેરા કંપનીમાં એચ આર વિભાગ માં ફરજ બજાવતી હતી. જયારે તેણીનો પતિ રોનક પણ આજ કંપનીમાં નોકરી કરે છે. પતિ પત્નીનો નોકરીનો સમય સવારે ૧૦ થી સાંજે ૬ સુધીનો છે. આજે બપોરે ૩ કલાકે રોનક ઘરે જતો રહ્યો હતો. જયારે દ્રષ્ટિ નોકરી પર રોકાઇ હતી. સાંજે ૬ વાગે નોકરી પરથી છુટવાના સમયે દ્રષ્ટિએ કોલાબેરા કંપનીના બહુમાળી બિલ્ડીંગના આઠમાં માળેથી પડતુ મુકયુ હતુ. ૧૦૦ ફુટની ઉંચાઇએથી નીચે પટકાયેલી દ્રષ્ટિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે ગોત્રી પોલીસને જાણ કરવામાં આવી હતી. ગોત્રી પોલીસે દ્રષ્ટિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો. દ્રષ્ટિએ આ પગલું કયા કારણોસર ભર્યુ છે? તે રહસ્ય હજી અકબંધ છે. પોલીસે આ રહસ્યમય અપમૃત્યુનાં અંકોડા મેળવવા માટે તપાસ હાથ ધરી છે.

પતિ-પત્ની વચ્ચે છેલ્લો સંવાદ – ધાબા પરથી કપડાં લઇ લેજો
દ્રષ્ટિએ સાંજે છ કલાકે અંતિમ પગલું ભર્યુ તે અગાઉ સાંજે સાડા પાંચે પતિને ફોન કરી કહ્યું હતું કે, ધાબા પર સુકવેલા કપડા લઇ લેજો. દ્રષ્ટિ અને રોનક વચ્ચે સાંજે આ છેલ્લી વાત થઇ હતી. ત્યાર પછી દ્રષ્ટિએ આ પગલુ ભર્યુ હોવાનુ રોનકે ભારે હૈયે જણાવ્યું હતું.

ગોત્રી મેડિકલ કોલેજમા અભ્યાસ કરતા ભાઇને દ્રષ્ટિ રોજ ફોન કરતી હતી
દ્રષ્ટિ મુળ મહુવાની હતી. તેના માતા પિતા આણંદમાં રહે છે. જયારે તેની સાસરી બોરસદ તાલુકાના ઝારોલા ગામે છે. દ્રષ્ટિનો પિતરાઈ ભાઇ ભગીરથ ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. દ્રષ્ટ્રિ ભગીરથને રોજ ફોન કરતી હતી. આજે પણ તેણેે બપોરે ર વાગ્યેે ભગીરથને ફોન કર્યો હતો.

વડોદરા: યુવતીનાં મોબાઇલ પર 777888999 નંબર પરથી આખી રાત ફોન આવ્યાને પછી...ચેતી જજો

વડોદરા શહેરનાં ન્યુ વીઆઇપીરોડ પરની કલ્પના સોસાયટીમાં પિતાના ઘરે આવેલી યુવતીનાં મોબાઇલ પર આખી રાત ૭૭૭ ૮૮૮ ૯૯૯ નંબર પરથી ફોન આવતા રહેતા પરિવાર ધ્રુજતુ રહ્યુ. આ પરિવારના મોભીએ રાત્રે પોલીસ, સાઇબર ક્રાઇમ અને ફાયર બ્રિગેડની મદદ માંગી હોવા છતા ત્રણેય એજન્સીની ઉંઘ ઉડી નહી અને કોઇ મદદે નહી આવતા પરિવારમાં તેઓ સામે રોષની લાગણી ભભૂકી ઉઠી હતી.

ન્યુ વીઆઇપી રોડ પરની કલ્પના સોસાયટીમાં રહેતા પુષ્પરાજ બારૈયા ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ચાર સંતાનો પૈકી બે પુત્રીઓ તાજેતરમાં વેકેશન હોવાથી પિયર આવી છે. જેમાં એક ઉષા ગ્વાલીયર થી આવી છે. જયારે બીજી શહેરમાંજ રહેતી સ્વપ્ના પણ બાળકો સાથે પિયર આવી છે. અત્રે ઉલ્લેખનીયછેકે તાજેતરમાં સોશીયલ મિડીયા પર એક મેસેજ વાયરલ થયો છે. જેમાં ૭૭૭ ૮૮૮ ૯૯૯ નંબર પરથી ફોન આવે તો
મોબાઇલ રીસીવ કરવો નહી જો રીસીવ કરશો તો તમારા મોબાઇલમાં બ્લાસ્ટ થશે એક નેશનલ ચેનલ પર પણ આ સમાચાર બતાવાયા હતા.

રાત્રે સાડા બાર વાગે સ્વપ્નાના મોબાઇલ પર ૭૭૭ ૮૮૮ ૯૯૯ નંબર પરથી ફોન આવ્યો .આ જોઇને સ્વપ્ના ગભરાઇ ગઇ તેને પિતાને પરિવારના સભ્યોને ઉઠાડી જાણ કરી. પુષ્પરાજે પોલીસ કન્ટ્રોલ માં જાણ કરતા તેમને સાયબર ક્રાઇમમાં ફોન કરવા કહ્યુ તેમને ઓન લાઇન ફરિયાદ કરવા કહેતા ફરિયાદ કરી. પરંતુ કોઇ આવ્યુ નહી. આખરે બ્લાસ્ટ થાય તેની અગમચેતી રૃમે ફાયર બ્રિગેડને ફોન કરી કેફિયત રજુ કરી ત્યારે ફાયર બ્રિગેડના કર્મચારીએ બ્લાસ્ટ થયા પહેલા કાંઇ થઇ શકે નહી આવા નંબર પરથી ફોન આવે અને બ્લાસ્ટ થાય તેવુ અમારી જાણમાં નથી તેવો જવાબ આપી હાથ ઉચા કરી દીધા . બરૈયા પરિવારે આખરે મોબાઇલ મકાનની છત પર મુકી દીધો અને સમગ્ર પરિવાર રાતભર ફફડતુ રહ્યુ પણ કોઇએ મદદના કરી

સ્ક્રીન પર માત્ર નંબર ડીસ્પ્લે સાથે મહિલાનું અટ્ટહાસ્ય નો અવાજ પણ હતો
સ્વપ્નાના મોબાઇલ પર ૭૭૭ ૮૮૮ ૯૯૯ નંબરથી ફોન આવતો હતો. તે નંબર માત્ર મોબાઇલ સ્ક્રીન પર ડીસ્પ્લે થતો હતો, રીંગ વાગતી ન હતી. માત્ર લાઇટના ઝબકારા થતા હતા. આ સાથે એક મહિલાના અટ્ટહાસ્યનો અવાજ પણ કેટલીકવાર સંભળાયો હતો.આથી પરિવાર ભયભીત થઇ ગયુ હતુ. સરકારી ત્રણ એજન્સીઓએ હાથ ઉંચા કરી દીધા હતા

આખરે ફોન અગાસી પર મુકી બેટરી કાઢી લીધી
પુષ્પરાજે આખરે મિત્રોને ફોન કરી આ સમસ્યાનો સમાધાન પુછયુ હતુ.ત્યારે એક મિત્રએ પાણી ભરેલા વાસણ પાસે ફોન મુકી દેવા , ઘર બહાર ફોન મુકી દેવા અને અગાસી પર ફોન મુકી દેવાનુ સુચવ્યુ હતુ. આખરે ફોન અગાસી પર મુકી દીધો હતો અને બેટરી ડીસ્ચાર્જ થતા તે કાઢી લીધી હતી આમ વહેલી સવારે પરિવારે રાહતનો દમ લીધો હતો

પીસીઆરવાન વાળાએ પોલીસ મથકે જવા સલાહ આપી
પુષ્પરાજભાઇ રાત્રે ઘર બહાર મદદ માટે દોડી ગયા હતા ત્યારે વૃંદાવન કોમ્પલેક્ષ પાસે પીસીઆરવાન ઉભી હતી જેમાંના અધિકારીને જાણ કરી હતી જોકે તેમને પોલીસ મથકે આ અંગે જાણ કરી મદદ માંગવા જણાવ્યુ હતુ આખરે પુષ્પરાજ ભાઇ નિરાશ થઇ ઘરે આવ્યા હતા

Rajkot News : SuratTimes.com

રાજકોટમાં ફી નિર્ધારણ વિધેયક મામલે સૌરાષ્ટ્રના સ્વનિર્ભર શાળા સંચાલકોની મળી બેઠક

ગુજરાત સરકાર દ્વારા ફી નિર્ધારણ વિધેયક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક માટે 15000, માધ્યમિક માટે 25000 અને ઉચ્ચતર માધ્યમિક માટે 27000ની ફી નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં રવિવારે સૌરાષ્ટ્રના સ્વનિર્ભર શાળા સંચાલકોની બેઠક મળી હતી. જેમાં ફી નિર્ધારણ વિધેયકનું ફોર્મ ભરવામાં અનેક વિસંગતતાઓ હોવાનું શાળા સંચાલકો જણાવ્યું હતું.
આ બેઠકમાં મુંબઇના લીગલ એડવાઇઝર સુભાષચંદ્ર કેડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  બેઠકમાં ઉપસ્થિત શાળા સંચાલકોનું માનવું છે કે, છેલ્લા 3 વર્ષના ઓડિટ રિપોર્ટ, 7 વર્ષના ડોક્યુમેન્ટ સાચવવા, દંડની જોગવાઈ અને સરકાર દ્વારા ફી નિર્ધારણ વિધેયકમાં નક્કી કરેલી ઓછી ફી લઇ શકે તેમ નથી, એટલે કે જે પ્રકારે શાળામાં ખુબ જ સારું ઇન્ફ્રાસ્ટક્ચર પૂરું પાડવામાં આવે છે, નેશનલ-ઇન્ટરનેશનલ રમત માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. જેથી
આટલી ઓછી ફી લેવી શાળા સંચાલકો માટે ખુબ જ કપરું છે. આ સાથે જ શાળા સંચાલકોનું કહેવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલ સમય પણ પૂરતો નથી.

આ ફોર્મને સંપૂર્ણ વિગત સાથે ભરી અને ડોક્યુમેન્ટ એકત્રિત કરવામાં બે થી અઢી મહિના જેટલો સમય આપવો જરૂરી છે. જેથી જો સરકાર દ્વારા ફી નિર્ધારણ વિધેયકમાં સુધારો કરી શાળા સંચાલકોની મુશ્કેલી દૂર કરે, નહીં તો કોર્ટના દ્વાર ખટખટાવી સરકાર સામે લડતના મંડાણ કરવામાં આવશે તેવી ચિમકી આપી છે.

રાજકોટમાં એક જ દિવસે પાંચ વ્યક્તિઓએ જિંદગી ટૂંકાવી, કારણ છે અલગ અલગ

સ્યુસાઈડ સીટી તરીકે પંકાયેલા રાજકોટ શહેરમાં શનિવારે વધુ પાંચ આપઘાતના બનાવો પ્રકાશમાં આવ્યાં છે. જેમાં બે પરિણીતા, તરૃણી, યુવતી અને યુવાને ઝેરી દવા પી તેમજ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.

આપઘાતના બનાવોમાં પેડક રોડ પર રહેતી શોભના ભાવેશ રામાણી નામની પરીણીતાએ આજે વહેલી સવારે ઘંઉમાં નાંખવાના ઝેરી ટીકડાં ખાઈ લેતા ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જયાં તેણીનું મોત નિપજયું હતુ. ઈમીટેશનનું કામ કરતાં મૃતકના પતિ ભરતભાઈના જણાવ્યાં મુજબ, શોભના ગત તા.૧૧નાં રોજ ઘરેથી કયાંક ચાલી ગઈ હતી. બાદમાં પોલીસમાં જાણ કરતાં તેના મોબાઈલના આધારે તેને શોધી કાઢી હતી. ત્યાર બાદ તેણીએ આ પગલું ભરી લીધું હતુ. ગૃહકલેશને કારણે આ પગલું ભર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જયારે મંચ્છાનગરમાં રહેતી ભારતી ચનાભાઈ ગોહીલ નામની ભરવાડ તરૃણીએ આજે બપોરે ગળા ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લીધી હતી.

અન્ય બનાવમાં કેવડાવાડી, લલુડી વોંકળી પાસે રહેતા રૃષિત કિરીટભાઈ પરમાર નામના કોળી યુવાને ફાંસો ખાઈને, હડમતીયા ગોલીડાની પુજા વિનુભાઈ પટેલ નામની યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. ઉપરાંત છ દિવસ પહેલા નવાગામ રહેતી સંગીતા નટવરભાઈ રાઠોડ નામની પરીણીતાએ ત્રણ વર્ષની પુત્રી સાથે ઝેરી દવા પી લેતા હોસ્પિટલ ખસેડાઈ હતી. જેમાં માસુમ બાળકી બચી ગઈ હતી. પરંતુ છ દિવસ બાદ સંગીતાએ દમ તોડતા અરેરાટી વ્યાપી ગઈ છે.

રાજકોટઃ પિયર ગયેલી પત્નીને તેના પરિવારે છુટાછેડા લીધા વગર પરણાવી દીધી બીજે

રાજકોટના કુવાડવા તાબેના જીયાણા ગામે રહેતા ભરવાડ યુવાનની પત્નીને તેના માવતરે છુટાછેડા લીધા વગર અન્ય યુવાન સાથે પરણાવી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. યુવાનની બહેનના પત્નીના ભાઈ સાથે લગ્ન કરાવ્યાં હોય બહેન ઉપર પણ ત્રાસ ગુજારતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

બનાવ અંગે રામા હિંદુભાઈ મુંધવા નામના ભરવાડ યુવાને વાંકાનેરના જોધપર ગામે રહેતા સસરા ઘોઘાભાઈ પાંચાભાઈ ભરવાડ, સાસુ જડીબેન, સાળો શાર્દુર અને પત્ની માનુ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, યુવાનના તા.૧-ર-ર૦૧૪નાં રોજ ઘોઘાભાઈની પુત્રી માનુ સાથે લગ્ન થયા હતા. અને બીજા દિવસે પત્ની માનુના ભાઈ શાર્દુલ સાથે બહેન ભાવના લગ્ન થયા હતા. લગ્ન બાદ પત્ની માનુ જીયાણા બે દિવસ રોકાયા બાદ તેના માવતર તેડી ગયા હતા. દોઢ વર્ષ માવતરે રોકાયા બાદ તેને યુવાન તેડી લાવ્યો હતો. બાદમાં પત્ની ફરી તેના માવતર ગઈ હતી.

ભરવાડ યુવાન સાસરે પહોંચતા તેને જાણ થઈ કે પત્ની માનુને તેના માતા-પિતાએ હળવદના સમલી ગામે રહેતા જગા હીરા સાથે લગ્ન કરાવી નાંખ્યા હતા. અને પત્ની સમલી ગામે હોવાની ખબર પડી હતી. આમ પત્નીને અન્યત્ર પરણાવી દીધાની વાત પ્રકાશમાં આવી જતાં બહેન ભાવનાને પણ ત્રાસ આપી કાઢી મુકી હતી. બનાવ અંગે મહિલા પોલીસ મથકના જમાદાર શૈલેષભાઈ કોરાટે તપાસ હાથ ધરી છે.

ખોડલધામ: માતાજીને 5000થી 1 લાખ સુધીના વાઘા અર્પણ, ડાયમંડનું વર્ક

ખોડલધામ કાગવડ ખાતે માં ખોડિયારની સ્થાપના પછીથી દર્શન માટે ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે ત્યારે અનેક લોકોના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામમાં ભક્તો દ્વારા માતાજીને પ000થી લઈને એક લાખ સુધીનાં સોના-ચાંદીનાં તાર અને આકર્ષક હેન્ડવર્ક કરેલા વાઘા અર્પણ કરવામાં આવી રહ્યા છે.

માત્ર લેઉવા પટેલ સમાજના જ નહી અન્ય સમાજના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવે છે. જે રીતે માતાજીને ધ્વજા ચડાવવાથી પુણ્ય મળે છે એવી જ રીતે માતાજીને વસ્ત્રોનું દાન કરવાથી પણ પુણ્ય મળે છે. શાસ્ત્રો અનુસાર કોઈ પણ ભગવાનને વાઘા(વસ્ત્રો) અર્પણ કરવાથી અર્પણ કરનારને સુખ, શાંતિ અને સંપતિની પ્રાપ્તિ થાય છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા માતાજીને વાઘા અર્પણ કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ માતાજીને વાઘા અર્પણ કરવા માંગતા હોય તો તેને જેટલી રકમના વાઘા અર્પણ કરવા હોય એટલાનું દાન આપવાનું રહે છે અને એ પછી ટ્રસ્ટની વ્યવસ્થાના ભાગરૂપે માતાજીના વાઘા તૈયાર કરવા માટે રાખવામાં આવેલા દરજી પાસે વાઘા બનાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 30 જેટલા ભક્તોએ માતાજીને વાઘા અર્પણ કર્યા છે અને ઘણા લોકોએ બુકિંગ પણ કરાવ્યું છે.

ખોડલધામમાં માતાજીની મૂર્તિ પર પહેરાવવામાં આવતા વાઘાની કામગીરી રાજકોટના દિપકભાઈ મકવાણા અને તેમના પિતા સુનિલ મકવાણા સંભાળી રહ્યા છે. દિપકભાઈના જણાવ્યા અનુસાર વાઘા અર્પણ કરનારની સાથે તેને બનાવનારને પણ માતાજીનો રાજીપો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અમે વાઘા બનાવવાની શરૃઆત કરતા પહેલા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વૈદિક મંત્રોચ્ચાર તેમજ મંગલાચરણ કર્યા બાદ પવિત્રતા જળવાઈ રહે એ માટે શારીરીક અને માનસિક રીતે પવિત્ર થઈને પછી કામ શરૃ કરીએ છીએ. માતાજીના વાઘા માટે વેલ્વેટ, સિલ્ક, નેટ અને કચ્છી કોટન કાપડમાં જરદોશી વર્ક, બનારસી વર્ક, સ્ટોન અને ડાયમંડ વર્ક વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.


Advertise Your Site with us for Just $0.05 per 1000 impressions!

Gujarat